હાઈકુ

image

(૧૦૧)
શિલ્પ સૌંદર્ય
પથ્થર પર વહે
શૃંગાર ધારા
*************

image

(૧૦૨)
વિરહ તારો
ને તોય છે ભીંજાયું
ઓશીકું મારું
****************

image

(૧૦૩)
એ અણસાર
આવ્યા અને ગયાનો
પગરવથી
*****************

image

(૧૦૪)
છાબડી માંથી
છલક્યા, કરી ડોકિયું
રજનીતારા
*******************

image

(૧૦૫)
પ્રભાતી પંખી
પુર્ણ પ્રભાતે, પ્રેરે
પ્રકાશી પ્રભા
**************

image

(૧૦૬)
છે અદ્ભુત આ
બારીના બે ડોકિયાં
વિશ્વ નિહાળે
******************

image

(૧૦૭)
ધરાતલને
અંબરનો આસ્વાદ
આ વરસાદ
****************

image

(૧૦૮)
ફરફરતી
ચકલીનું ખોવાણું
ચીં.. ચીં..ગોતો રે!!
****************

image

(૧૦૯)
વૈશ્વાનર શું
પ્રબળ પ્રજ્વલન
બળે બપોર
***************

image

(૧૧૦)
પ્રેમ એટલે
મનમાની તારી ને
પૂર્તિ હો મારી
************

Visit my blog
anujsolanki.wordpress.com

Email me
anujsolanki1916@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s