ચંચળ અતિ વાયરો વાતો….

image

પાંદડે પાંદડે ગોથાં ખાતો,
અહીં તહીં ને ઉપર જાતો,
આડોઅવળો છે એ ફંટાતો,
ચંચળ અતિ વાયરો વાતો…

ફરતો મસ્ત બની ફકીર,
હાથે એના ન કોઈ લકીર,
આજે અતિ કાલે મંદ થાતો,
ચંચળ અતિ વાયરો વાતો…

લાગે ઉનાળે એ સ્વજન શો,
શિયાળો થરથર કાંપતો,
વરસાદે રાહગીર થાતો,
ચંચળ અતિ વાયરો વાતો…

વાદળ સંગ કરી પ્રવાસ,
લાવે હરપળ નવો શ્વાસ,
ફરતો સદા ધરા માપતો,
ચંચળ અતિ વાયરો વાતો…

જળ માંહે રચે પરપોટો,
ક્યારેક નાનો ક્યારેક મોટો,
સતરંગી દુનિયા રાચતો,
ચંચળ અતિ વાયરો વાતો…

આભલિયું ખાલી વિણ વાયુ,
અંધારું ઘોર તેમાં છવાયું,
ધરા સંગ એ રાસ રચાતો,
ચંચળ અતિ વાયરો વાતો…

ખગલોકનું એ છે ઈંધણ,
ને ભ્રમર મધુ તણો પણ,
ઉડતો, પંખી પાંખ ભરાતો,
ચંચળ અતિ વાયરો વાતો…

એ પીંછુડા નાના સરકાવે,
ને ઊંચેરી ધ્વજા ફરકાવે,
આમતેમ ડોલાડોલ થાતો,
ચંચળ અતિ વાયરો વાતો…

સરવરીયે છે એ તરંગ,
બની એ વહેતો હાસ્ય-વ્યંગ,
પળમાં વિલિન ઉદય થાતો,
ચંચળ અતિ વાયરો વાતો…

સ્વરૂપ નથી તોયે છે ખાસ,
સુગંધ શ્વાસ છે આસપાસ,
વાંસલડીમાં સૂર એ થાતો,
ચંચળ અતિ વાયરો વાતો…

********************************

Visit my blog :
anujsolanki.wordpress.com

Gmail me :
anujsolanki1916@gmail.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s