મરક મરક ને આંખે હરખ

મરક મરક ને આંખે હરખ,

ચહેરે જાણે ચાંદી વરખ,

સરક સરક જેની ન પરખ,

ગલુડીયું સમજે તું ઝરખ,

નરક નરક પાપીને ભરખ,

ને પુણ્યશાળીને પણ પરખ,

થરક થરક જડતા નવ રખ,

ઉત્તુંગ શિખરની આશ તું રખ;

Advertisements

સૉનેટ

image

નથી શબ્દોમાં  બંધાવાની  આદત મુજને ક્યારે,
નયનના એક પલકાર તણી મુદત જોઈતી નથી,
હું  તો  બંધાણી  છું    એક   મૌનની    મદિરાનો,
શબ્દોના અફીણની ભેળસેળ મારે જોઈતી નથી,

કલમ તો ચાલશે મારી બસ છેલ્લા શ્વાસ સુધી જ,
ગઝલને   મ્હારી   કોઈ    શ્વાસની  જરૂરત  નથી,
દે  ઊછીનું  હ્રદય  જો  મને  તું   આ જનમમાં  તો,
મારા  હ્રદયની  આ જનમમાં મારે  જરૂરત  નથી,

ભીની માટીની મહેંક દે છે સદા તારો મને અહેસાસ,
વાદળની  જોવી વાટ  હવે મુજને સહાતી  નથી,
સજીને   તું   છે   આવી   સાદગી   ભરી  લજ્જા,
સોળ શૃંગારની અગ્નિ આંખે હવે ભરાતી નથી,

ન  ઠરે  આંખ  ક્યારેય, સીવાય  હો અંતિમ  વેળા,
આલિંગન મોતનું ‘અન્ય’,  જીંદગીને બાથ હવે ભરવી નથી.
   
– ‘અન્ય’ અનુજ સોલંકી

Blog ID : anujsolanki.wordpress.com
Gmail ID : anujsolanki1916@gmail.com

અસ્ત

image

પશ્ચિમ  કાંઠે,   સ્વર્ણ  રંગમાં ,
સૂરજ  જાયે,  સાગર  જળમાં ,
ને  લોક  કહે,  ‘ અંધકાર…? ‘
સૂર્ય-અસ્ત….     સૂર્ય-અસ્ત….
સૂર્ય-અસ્ત….     સૂર્ય-અસ્ત….

એજ સૂરજ, ફરી એજ રંગમાં,
પૂરવ   તીરે ,   અરુણોદયમાં ,
ને  લોક  કહે ,  ‘અજવાશ…! ‘
      અંધકાર-અસ્ત…. અંધકાર-અસ્ત….
     અંધકાર-અસ્ત…. અંધકાર અસ્ત….

એજ સૂરજ છે,  એજ છે રંગ,
દિશા-દિશાનો આ બસ જંગ,
અહીં  ઉદય  બીજે છે અસ્ત,
ભિન્ન-ભિન્ન  નજરો  છે  બસ,

ને  આમ  જુઓ  તો  છે    સૂરજ  દિનની   દીવાદાંડી,
ને  રાતલડીના  તારલીયાઓએ  વાત છે કોઈ માંડી,
દિનમાં  સૂરજ, રાતે તારલાં, આભલું  હરપળ વ્યસ્ત,
અંધકાર અસ્ત…. સૂર્ય-અસ્ત….
અંધકાર અસ્ત…. સૂર્ય-અસ્ત….

– ‘અન્ય’ અનુજ સોલંકી

Blog ID : anujsolanki.wordpress.com
Gmail ID : anujsolanki1916@gmail.com

હાઈકુ

image

(૩૧૧)
નાનેરી મ્હારી
કલમે ઢોળી શ્યાહી
કાગળ પર

(૩૧૨)
કણ બાજરો
કરી દીધો ધરાએ
મણ બાજરો

(૩૧૩)
ફરે આંગળી
ફેરવતી મણકા
ભક્તિ ગણિત

(૩૧૪)
બાળપણની
યાત્રા : રખડપટ્ટી
મિત્રો સંગેની

(૩૧૫)
આંખ ચોળતી
ઊભી સખી કરતી
રાતને યાદ

(૩૧૬)
સરવાળો છે
ચાર આંખડીઓનો
જવાબ શૂન્ય

(૩૧૭)
નિશ્ચિત નથી
વેળા મિલન તણી
થાય ગમે ત્યાં

(૩૧૮)
તમે તમારાં
અમે અમારા, બેઉ
ક્યાંક ખોવાણાં

(૩૧૯)
રહી અશબ્દ
કાંઈ કેટલાય છે
કર્યા સંવાદ

(૩૨૦)
ચાલ ડૂબીયે
નીલ આંખડી માંહે
એકમેકની

હાઈકુ

image

(૩૦૧)
ફડફડાવી
પાંખ જો પંખીડાએ
ઉપર આભ

(૩૦૨)
ગુંજારવનો
જામી રહ્યો પ્રયાગ
સવાર-સાંજ

(૩૦૩)
ઝળહળતું
આભલું મધરાતે
જલતાં તારા

(૩૦૪)
ઉભરાણા કાં
સાગર જળ મંહી
વહ્યો વિરહ

(૩૦૫)
દેખતા પત્ર
પિયુ તણો સુવાસ
મ્હોરી મ્હારી રે..

(૩૦૬)
અડક્યા હોઠ
ગાલ રતુમડાં ને
ભીનું યૌવન

(૩૦૭)
ઝરમરિયો
છબછબ વરસ્યો
મન મેહુલો

(૩૦૮)
ખણખણતાં
સિક્કા ખોવાણાં મ્હારાં
ગજવા માંહે

(૩૦૯)
ભટક્યું પંખી
વાદળ ઓઢ્યા આભે
કાળું ડિબાંગ

(૩૧૦)
પહેલું ટીંપુ
વિરહ ભૂંસે, બીજું
વહાલ ભીંજ્યું

હાઈકુ

(૨૯૧)

image

રંગ જો કાળો
લાગ્યો શ્યામ વદન
બન્યો મોહક

“,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, ”

(૨૯૨)

image

વેઠી વાજિંત્ર
પ્રહાર દેહ પર
કરતાં સ્તુતિ

“,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, ”

(૨૯૩)

image

ઉછીનો રંગ
આભલે દીધો પાછો
રાતલડીને

“,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, ”

(૨૯૪)

image

ઝાલર વાગી
વળ્યા પંછી પરત
સાંજ રણકી

“,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, ”

(૨૯૫)

image

વૃંદ રચાવી
વૃંદાવનમાં રાસ
રચાવે કાન

“,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, ”

(૨૯૬)

image

છેલછબીલો
કાન છોગાળો ગાય
ચરાવા જાય

“,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, ”

(૨૯૭)

image

મદિરાલય
મધુ સિંચને ખીલે
સાકી જો પાય

“,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, ”

(૨૯૮)

image

તોરણ મધ્યે
જકડાયું રે પાન
તરફડતું

“,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, ”

(૨૯૯)

image

કેનવાસે જે
ઝીલ્યા પીંછી પ્રહાર
ચિત્ર વહેતું

“,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, ”

(૩૦૦)

image

કરતી છાયા
ચિત્રવિલોપન શી
રંગ બદલી

“,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, “,, ”

Visit my blog :
anujsolanki.wordpress.com

Gmail me :
anujsolanki1916@gmail.com

ચંદ્રની ઝંખના

image

અવને પથરાયો ચંદ્ર ધવલ, ચાંદની ઝીલતી અવનીપટ
સૂર્ય તણાં પામી આશિષ એ ધવલ ઉજાસે અવનીપટ

તારલીયા જઈ ક્યાં સંતાયા કે ચંદ્રે કરી કોઈ ખટપટ
પૂર્ણ પ્રકાશે થઈ પૂર્ણિમા તમસ્ અમાસે અવનીપટ

રૂપ ધરી પૂનમનું જયારે ભરતી ઉભારે સાગરતટ
સોળે કલા ભીંજે પ્રસ્વેદે સ્પર્શ ન પામ્યો અવનીપટ

તીર સરોવર નીરખી બેઠો મહીં રચે છે ખેલ એ નટ
દેહ નહી છાયા રૂપે પણ શક્યો ન પામી અવનીપટ

એકવાર કહે સ્પર્શી ધરતી ઊંગલીયે ઉચકું તવ લટ
ઝાંખો થઈ ‘અન્ય’ ઉદયથી સદા તરસતો અવનીપટ

+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+