કે શમણું આવ્યું આવ્યું ને પીંખાયું….

image

કે શમણું આવ્યું આવ્યું ને પીંખાયું,
કે વચમાં ઘટ્યું શું કોને પરખાયું…

હર્ષોલ્લાસના ટકરાયાં વાદળાં
કે તેમાં આંસુનું ઝરણું વહાવ્યું,
ન ઊના હતાં કે ન હતાં એ શીતળ
કે એતો સુખદુ:ખનું શીદને પરખાયું.
કે શમણું આવ્યું આવ્યું ને પીંખાયું…..

કે મેંતો શમણાંને નવલખ હિરે મઢાવ્યું,
ને એને આસમાની આભલે જડાવ્યું,
પેલા વેળાના વાયરે ધૂળને ઢંઢોળી
તે શમણું મારું રંગે તે કાળા રંગાયું.
કે શમણું આવ્યું આવ્યું ને પીંખાયું…

મુને સમજાય ના એ ક્યાં જઈ સંતાયુ
કે શમણું મારું ગોતે ના ક્યાંયે ગોતાયું,
કે એતો હરણી શી ચાલે ભાગ્યું ભાગ્યું,
કે શમણું કોઈ પારધીના બાણે વિંધાયું,
કે શમણું આવ્યું આવ્યું ને પીંખાયું….

કે અંતે મેં તો દુ:ખનું બિછાનું બિછાવ્યું
ને એમાં સુખનું ઓઢણ લઈ ઝંપલાવ્યું,
કે ઊંડા અગોચર મારા મનના તે વનમાં
કે શમણું મારું મળવાને પાછું મુને આવ્યું.
કે શમણું આવ્યું આવ્યું ને પીંખાયું……

@@@@@@@@@@@@@@@@@

Visit my blog :
anujsolanki.wordpress.com

Gmail me :
Anujsolanki1916@gmail.com

Advertisements

હાઈકુ

(૨૮૧)

image

ખીલે સુગંધી
ફૂલ મંહી સુંગધ
ભરતું કોણ?

••••••••••••••••••••••••••••••••••••••••••••••••

(૨૮૨)

image

કિરણ બની
રવિદૂત ખબર
ધરાના લેતી

••••••••••••••••••••••••••••••••••••••••••••••••

(૨૮૩)

image

જો ફૂલ ક્યારી
સીંચે લાગતી ન્યારી
રે પ્યારી પ્યારી

••••••••••••••••••••••••••••••••••••••••••••••••

(૨૮૪)

image

અમાસી રાત
તારા નિરાંત બસ
તારાની રાત

••••••••••••••••••••••••••••••••••••••••••••••••

(૨૮૫)

image

કલમ માંહે
શ્યાહી કરતી યાત્રા
બનવા શબ્દ

••••••••••••••••••••••••••••••••••••••••••••••••

(૨૮૬)

image

પહેરો પડ્યો
પુષ્પ પાંગર્યા મુખે
ઘુંઘટ તણો

••••••••••••••••••••••••••••••••••••••••••••••••

(૨૮૭)

image

ગીર ગૂંજતું
ડાલામથ્થા સાવજ
ને વલોણાએ

••••••••••••••••••••••••••••••••••••••••••••••••

(૨૮૮)

image

ગૃહ આંગણે
તુલસી ક્યારો રોપ્યો
દીવો પ્રગટ્યો

••••••••••••••••••••••••••••••••••••••••••••••••

(૨૮૯)

image

ખેતર સેઢે
પગલાંની વાવણી
લણે પગથી
••••••••••••••••••••••••••••••••••••••••••••••••

(૨૯૦)

image

ચંચળ અતિ
મદમસ્ત બનીને
વાયરો વાતો

••••••••••••••••••••••••••••••••••••••••••••••••

Continue reading “હાઈકુ”

હાઈકુ

(૨૭૧)

image

ઘેઘૂર કાયા
ધરી ઉભો આભલો
પાથરે છાંયો

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

(૨૭૨)

image

ઢાંકણ ખુલ્યું
પૂરી કરતી કેદ
વરાળ છૂટી

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

(૨૭૩)

image

સાગર માંહે
મચી ઉઠ્યા તોફાન
હંકારી નાવ

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

(૨૭૪)

image

ભરાઈ ગયા
અશ્રુથી ઉભરાતા
શ્યામલ ચક્ષુ

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

(૨૭૫)

image

વરવા હાલ્યો
વસંત મંડપમાં
મધુસૂદન

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

(૨૭૬)

image

આંખ છે ગોરી
આંજ્યું કાજળ કાળું
રાધા માધવ

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

(૨૭૭)

image

છેલ્લે વસતું
અસ્તિત્વ મારું અગ્ર
સદાય તું જ

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

(૨૭૮)

image

મેઘ ઘટમાં
ભર્યા જળ છલક્યા
મુશળધાર

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

(૨૭૯)

image

રોજ ચાલતો
રસ્તો પણ જાણતો
પાછો આવીશ

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

(૨૮૦)

image

ખીલતું પુષ્પ
મૃત્યુનો પુરસ્કાર
નિ:શબ્દ ચીસ