હાઈકુ

image

(૪૬૧)
નજર જોતી
સામે કોરતી આંખે
ખુદની છબી

(૪૬૨)
આભ-સાગરે
ગોથા ખાતો ફરતો
મીન-પતંગ

(૪૬૩)
માઁજો કપાયો
પડયો ભટકી આભે
દીન પતંગ

(૪૬૪)
એકલો આભે
કાપવા અન્યને, તે
ઉડે પતંગ

(૪૬૫)
છે જગાવી મે
સુવડાવી રાતને
જાતને મ્હારી

(૪૬૬)
પાંખ પર ઘા
આભ હવે તો બસ
બન્યું આભાસ

(૪૬૭)
વાયરો પણ
અજીબ, ગમે તેને
વહાવી જાય

(૪૬૮)
તારી વાતમાં
મારી વાત છુપાયી
શોધી રહ્યો હું

(૪૬૯)
હાથમાંથી એ
છોડાવી હાથ જાય
મને શું થાય…?

(૪૭૦)
કોરો કાગળ
પણ વિચારે આજ
પત્ર કે રદ્દી..?

હાઈકુ

image

(૪૫૧)
નીતર્યા આંખે
અશ્રુ તણા પ્રવાહો
બની કાવ્ય આ

(૪૫૨)
પાછા ફરીને
કોઈને જોતા જાય
ખોવાતા જાય

(૪૫૩)
પદ પ્રવાસી
રાહે ધમધમતાં
મંઝિલ પામે

(૪૫૪)
અલંકારમાં
શોભા? પહેરનાર
ખરું ઘરેણું

(૪૫૫)
શુભાંતર છે
ધરા ને સૂરજનું
ભડકે બળે

(૪૫૬)
પાંપણ ઝૂકે
પલકારાની રીત
પલભરની

(૪૫૭)
સરિતા સરે
ડુંગર ઢાળે જેમ
હાથમાં રેત

(૪૫૮)
દે હાથતાળી
વર્ષો પછી પોતીકા
બનીયે પાછા

(૪૫૯)
પરત ફરે
સાંજે ગયેલો ભાનુ
પરોઢે ફરી

(૪૬૦)
બે પાંખ ઉડી
પુષ્પમાંથી લઈને
બીજુ ફૂલડું

હાઈકુ

image

(૪૪૧)
ખરતા પાન
સમી છે હાલત આ
મારી ખરતી

(૪૪૨)
ન વળે વેણ
જે ત્યજે જીહ્વા તોય
શબ્દો તમારાં

(૪૪૩)
હા, વળુ હવે
મારી પણ આથમી
જીવનયાત્રા

(૪૪૪)
રોજ ઊગતો
ઉદય સૂરજનો
આથમવાને

(૪૪૫)
ફાગણ માસે
હોળી કરો જલતા
રીવાજો તણી

(૪૪૬)
ચાર દિશામાં
ચંદરવાને ખેંચી
આભલું ઢાંક્યું

(૪૪૭)
બસ ઊપડી
ચાર પૈડા પર છે
એક સવારી

(૪૪૮)
અમે આભારી
કહેવાતા ઈશ્વર
તમારાં છીયે

(૪૪૯)
કલમ શ્યાહી
સૂકાય કાગળમાં
ગઝલ બની

(૪૫૦)
હાથ ખંખેરી
સમય ગયો વહી
રમત રમી

હાઈકુ

image

(૪૩૧)
રઝળપાટ
રેતનો વાયરામાં
રણ સુકાય

(૪૩૨)
બૂંદ ફુટ્યુંને
પ્રતિબિંબ મળ્યા ત્યાં
વિખરાયેલા

(૪૩૩)
ભલું પૂછવું
હૃદયનું, ગમે ત્યાં
વળગી પડે

(૪૩૪)
સ્વ રૂપ જોતું
આયનો આંખો માંહે
નિહાળી કોઈ

(૪૩૫)
છે હડતાલ
થયો ઝગડો શ્વાસ
ને હૃદયનો

(૪૩૬)
પાંપણ મારે
પલકારા, આવશે
કોઈ તો આજ

(૪૩૭)
ટહુકો ખર્યો
વિહંગની ચાંચથી
ઘોળાયો જગે

(૪૩૮)
વાળી પલાંઠી
હિમાલય બેઠો છે
સમાધિ ધરી

(૪૩૯)
સર્વ મંગલા
જ્હાનવી છે વહંતી
ભારતી ઊરે

(૪૪૦)
ન સરે અર્થ
જો શોધવા બેસું હું
તો સ્વપ્નો બોલે

હાઈકુ

image

(૪૨૧)
કાગળ પર
છાનીમાની ઉતરી
શબ્દ રમત

(૪૨૨)
મનવગડે
મહાલતા, દીઠું ત્યાં
શબ્દોદ્ભવન

(૪૨૩)
કોઈ પાંદડે
ઝાકળ બેઠી જુએ,
ઊગતો અર્ક

(૪૨૪)
હરણી કોઈ
કસ્તૂરી, આવી વસી
તારા નેણલે

(૪૨૫)
ભ્રમર ગુંજે
મધુ ગુંજન પુષ્પે
પ્રણયગાન

(૪૨૬)
ખીલી જ્યોત્સના
અજવાળી રાતમાં
ચંદ્ર ખીલતા

(૪૨૭)
નદીયું માંહે
સોનું તરતું, અસ્ત
થતા અર્કનું

(૪૨૮)
ઝાડી-ઝાંખરા
રેત ફાડી ઉગતા
મરુ-વસંત

(૪૨૯)
પાનખરીયો
વાયરો સૂકવાયો
વગડા વચ્ચે

(૪૩૦)
પેન ને પાટી
ઘૂંટવામાં ઘુંટાયું
ખુલ્લું મેદાન

હાઈકુ

image

(૪૧૧)
બંધ મુઠ્ઠીમાં
નથી બંધાયો ક્યારે
અલ્પ સમય

(૪૧૨)
આજ મેં જઈ
નોતર્યો વગડાને
ગઝલ માંહે

(૪૧૩)
ના ડૂબી આંખ
આંસુના દરિયામાં
તરવા કાજ

(૪૧૪)
વાર્તા વહે છે
અધરોના દ્વારેથી
કલ્પના સુધી

(૪૧૫)
શું ભાંગડજ
રાતને તરસ છે
અજવાસની

(૪૧૬)
તરુવરમાં
કોઈ ભ્રમર ગુંજે
ખીલે કુસુમ

(૪૧૭)
બે પાંખો થકી
આજ હાંફે આકાશ
ફડફડાટ

(૪૧૮)
છે કલમને
રાહ કોઈ અંગત
કાગળ માંહે

(૪૧૯)
નવપલ્લવ
ડાળે ડાળે સૃષ્ટીમાં
નવજગત

(૪૨૦)
સાત રંગોમાં
રંગાયું આભલું છે
વર્ષાન્તે દેખ

હાઈકુ

image

(૪૦૧)
આજનો ભીષ્મ
આમ આદમી રહે
મૌન સભામાં

(૪૦૨)
દરેક સ્ત્રીમાં
આજેય છે લાચાર
એક દ્રૌપદી

(૪૦૩)
જન્મોજન્મનું
ફરે ચક્ર સદાય,
કર્મ બંધન

(૪૦૪)
જ્યોત-વાટને
છે જલાવે, તમસ
આ ભુતાવળી

(૪૦૫)
ભૂમિ, ગગન,
વાયુ, વારિ, અગન
દેહ કારણ

(૪૦૬)
સલિલપાન
ગ્રીવા ગળાય શીતે
હ્રદય હાશ!

(૪૦૭)
ગોળ ફરતી
ચકરડી, સરજે
મટકું ગોળ

(૪૦૮)
હસ્ત સહસ્ત્ર
દશ મસ્તક, નવ
રક્ષાય અહં

(૪૦૯)
નેણ નિખારે
કાળું કજ્જલ, વેણ
નિખારે કોણ?

(૪૧૦)
સર્જન કોઈ
સર્જકનું, સર્જક
સર્જન કોનું?