હાઈકુ

image

(૪૧૧)
બંધ મુઠ્ઠીમાં
નથી બંધાયો ક્યારે
અલ્પ સમય

(૪૧૨)
આજ મેં જઈ
નોતર્યો વગડાને
ગઝલ માંહે

(૪૧૩)
ના ડૂબી આંખ
આંસુના દરિયામાં
તરવા કાજ

(૪૧૪)
વાર્તા વહે છે
અધરોના દ્વારેથી
કલ્પના સુધી

(૪૧૫)
શું ભાંગડજ
રાતને તરસ છે
અજવાસની

(૪૧૬)
તરુવરમાં
કોઈ ભ્રમર ગુંજે
ખીલે કુસુમ

(૪૧૭)
બે પાંખો થકી
આજ હાંફે આકાશ
ફડફડાટ

(૪૧૮)
છે કલમને
રાહ કોઈ અંગત
કાગળ માંહે

(૪૧૯)
નવપલ્લવ
ડાળે ડાળે સૃષ્ટીમાં
નવજગત

(૪૨૦)
સાત રંગોમાં
રંગાયું આભલું છે
વર્ષાન્તે દેખ

Advertisements

હાઈકુ

image

(૪૦૧)
આજનો ભીષ્મ
આમ આદમી રહે
મૌન સભામાં

(૪૦૨)
દરેક સ્ત્રીમાં
આજેય છે લાચાર
એક દ્રૌપદી

(૪૦૩)
જન્મોજન્મનું
ફરે ચક્ર સદાય,
કર્મ બંધન

(૪૦૪)
જ્યોત-વાટને
છે જલાવે, તમસ
આ ભુતાવળી

(૪૦૫)
ભૂમિ, ગગન,
વાયુ, વારિ, અગન
દેહ કારણ

(૪૦૬)
સલિલપાન
ગ્રીવા ગળાય શીતે
હ્રદય હાશ!

(૪૦૭)
ગોળ ફરતી
ચકરડી, સરજે
મટકું ગોળ

(૪૦૮)
હસ્ત સહસ્ત્ર
દશ મસ્તક, નવ
રક્ષાય અહં

(૪૦૯)
નેણ નિખારે
કાળું કજ્જલ, વેણ
નિખારે કોણ?

(૪૧૦)
સર્જન કોઈ
સર્જકનું, સર્જક
સર્જન કોનું?

હાઈકુ

image

(૩૯૧)
હોય ન વ્યથા
જીંદગી એવી મળે
આનંદ શાનો?

(૩૯૨)
સ્મરણ માત્ર
અંતિમ સરનામું
હવે આપનું

(૨૯૩)
શુભ અશુભ
જગમાં જીહ્વા માંહે
શબ્દ પ્રબળ

(૩૯૪)
વાયરે છેડ્યા
વંટોળીયા સૂરને
વૃક્ષો ડોલતા

(૩૯૫)
છે ગુલાબને
ઈન્તોજારી, કાંટાને
વેગળા કરો

(૩૯૬)
છે માધવનો
શબ્દ-ટંકાર, યુદ્ધ
મહાભારત

(૩૯૭)
ગિરિ હ્રદય
વહાવે છે ઝરણું
નહીં પથ્થર

(૩૯૮)
તરસ્યું વન
દીઠાં જો મૃગજળ
પ્યાસા રણનાં

(૩૯૯)
રાહ જોવાની
કાયમ વહી જતા
વરસાદની

(૪૦૦)
રાતલડીની
પાંપણ ખૂલે ને ત્યાં
પડે સવાર

હાઈકુ

image

(૩૮૧)
ગોતવું ક્યાં ક્યાં
આ વિશાળ જગમાં
એક હ્રદય?

(૩૮૨)
હળવો ભાર
તારો આજ દે, દઈ
હ્રદય મુને

(૩૮૩)
કોઈ રચના
મારા મનની, ગઈ
ખોવાઈ ટોળે

(૩૮૪)
હું કવિ નથી
માન મારું, સર્જનો
પામે જે શ્વાસ

(૩૮૫)
સાવ કોરો એ
હાથને જડ્યો, પછી?
કાવ્યમાં ઢળ્યો

(૩૮૬)
જાણ શું તને
મારા વિરહની છે?
હ્રદયાઘાત

(૩૮૭)
નર જામ્યો છે
મેળા માંહે ને મેળા
નર મનમાં

(૩૮૮)
કંઈ કહેવા
તમને ચાહું, પણ
નિરવ શબ્દે

(૩૮૯)
પળભરની
આ પળો પુકારે છે
મને જીવી લ્યો

(૩૯૦)
કેશરી છુટ્યાં
સાંયકાળે આભલે
વાદળ ગર્જે

હાઈકુ

image

(૩૭૧)
રિક્ત પંક્તિને
ભરવા બેઠો અને
કલ્પના મળી

(૩૭૨)
ન વરસાદ
ન ઝરમર તોય
ભીંજવે કોણ?

(૩૭૩)
એકદા ઘડી
માંગુ એવી રહે જે
સદાય સ્થિર

(૩૭૪)
સંદેહ એક
એમનો, અમે ક્યાંક
એમને ત્યજ્યાં?

(૩૭૫)
ઉઠ્યો જનાજો
ફૂલનો, ગુન્હો : ઈશ્ક
કંટક સંગ

(૩૭૬)
ખબર નથી
હ્રદયસ્થ છો કે લઈ
હ્રદય ગયાં

(૩૭૭)
આજ હ્રદય
ધબકારા વિસર્યુ
તને જોતાં જ

(૩૭૮)
બંધ બારણે
થાય છે ઘણી વાતો
ખુલ્લા મનથી

(૩૭૯)
મારી મદિરા,
સાકી મારી, પીઠામાં
ઘર મારું છે

(૩૮૦)
કમાડ કહે,
મુક્ત મળ્યા જે શ્વાસ
મુજ બંધને

હાઈકુ

image

(૩૬૧)
‘હું’  તપાસતા
જડી ગયો માંહ્યલો
‘તું’ સંતાયેલ

(૩૬૨)
ફડક શાને
હ્રદય માંહે, હમણા
પિયુ આવશે

(૩૬૩)
એક ટેબલ
બે પાટલી, આજ તો
ચ્હાની ઉજાણી

(૩૬૪)
ટોળી તોફાની
અધુરી જાય રહી
સંગાથ વિના

(૩૬૫)
ઠંડા નેણલાં
બરફ પીગળ્યો ને
વહ્યા અશ્રુઓ

(૩૬૬)
‘તુ પણ યાર..!’
કાન અધીરા આજ
શબ્દ શ્રવણે

(૩૬૭)
વીંજાતી પાંખ
અધીર મિલનને
પ્રિયા સમીપ

(૩૬૮)
પશ્ચિમ કાંઠે
ઉદય થયો હવે
શર્વરી કાળી

(૩૬૯)
ગુંજન મીઠું
થયું ગુંજતું કર્ણે
તવાગમને

(૩૭૦)
શબ્દો ખોવાણાં
હાથને અટકાવી
હું વિચારતો

હાઈકુ

image

(૩૫૧)
જાય શર્વરી
આખીયે મારી જોને
તારા ગણતાં

(૩૫૨)
તારલા પણ
જાણી કરતાં મજા
મ્હારી વ્યથાને

(૩૫૩)
ખભે મુક્યો જો
હાથ, મળ્યો સહારો
જીવતરનો

(૩૫૪)
આભના તારા
કુદી પડ્યા ધરાએ
બની તમરાં

(૩૫૫)
ઝરણું કહે
હું દોડતું સદાય
મારી જ સંગે

(૩૫૬)
પરાગરજ
ભ્રમર પાદ ગ્રહી
પ્રિયને મળે

(૩૫૭)
ધ્વંસ સમસ્ત
અસ્તિત્વ કરે, ભાર
એક શબ્દનો

(૩૫૮)
રૂજાઈ ગયા
તનઘાવ, પરંતું
મનઘાવનું ?

(૩૫૯)
એકડે એક
ગણતાં સમાજનું
સાવ એકલા

(૩૬૦)
આજ ચડ્યો હું
વિચારે, ઉતર્યો છું
હાઈકુ મંહી