હાઈકુ

image

(૩૮૧)
ગોતવું ક્યાં ક્યાં
આ વિશાળ જગમાં
એક હ્રદય?

(૩૮૨)
હળવો ભાર
તારો આજ દે, દઈ
હ્રદય મુને

(૩૮૩)
કોઈ રચના
મારા મનની, ગઈ
ખોવાઈ ટોળે

(૩૮૪)
હું કવિ નથી
માન મારું, સર્જનો
પામે જે શ્વાસ

(૩૮૫)
સાવ કોરો એ
હાથને જડ્યો, પછી?
કાવ્યમાં ઢળ્યો

(૩૮૬)
જાણ શું તને
મારા વિરહની છે?
હ્રદયાઘાત

(૩૮૭)
નર જામ્યો છે
મેળા માંહે ને મેળા
નર મનમાં

(૩૮૮)
કંઈ કહેવા
તમને ચાહું, પણ
નિરવ શબ્દે

(૩૮૯)
પળભરની
આ પળો પુકારે છે
મને જીવી લ્યો

(૩૯૦)
કેશરી છુટ્યાં
સાંયકાળે આભલે
વાદળ ગર્જે

Leave a comment