હાઈકુ

image

(૧૧)
સામી છત થી
કરે ડોકિયું એક
નવી જ આશા.

(૧૨)
તૃષા ધરા ની,
વરસે વાદળ જો
છીપે તરસ.

(૧૩)
ઝૂલતી શાખે
પંખી બેઠું, નમેલી
એ શાખ નમી.

(૧૪)
અક્ષર બની
શબ્દ આજ, કવિતા
મારા મનની.

(૧૫)
ખોવાતું સ્મિત,
મુરઝાતો ચહેરો,
સમજવું શું?

(૧૬)
તડકો ચાલ્યો
છોડી સંગ રવિનો
ધરાએ ઝીલ્યો.

(૧૭)
રિક્ત ઉદર
માંહે ભરું સંતોષ
ઓડકારનો

(૧૮)
બેડલે ભરી
પનિહારી લાવતી
સરિતા તાણી.

(૧૯)
પાણીયારા માં
પનિહારી સરિતા
ભરે કે પાણી?

(૨૦)
દફતર નો
ઊંચકી બોજ, જાય
નિશાળે યંત્ર.

– અનુજ ‘અન્ય’

Leave a comment