હાઈકુ

(૨૪૧)

image

મયુરપંખ
છે અતિ અહોભાગ્યી
કાનને શિરે

][][][][][][][][][][][][][][][][][][][][][

(૨૪૨)

image

મારી કલમ
મારાં જ કાગળમાં
પુરતી રંગ

][][][][][][][][][][][][][][][][][][][][][

(૨૪૩)

image

ટપકે બિંદુ
ટપ્ ટપ્ કરતું
રેલાય ગીત

][][][][][][][][][][][][][][][][][][][][][

(૨૪૪)

image

ચબુતરાએ
પહેરી લીધું આજ
વિંહગલોક

][][][][][][][][][][][][][][][][][][][][][

(૨૪૫)

image

સદા મોજીલું
સુખ દુ:ખ સંગાથી
મારું ગામડું

][][][][][][][][][][][][][][][][][][][][][

(૨૪૬)

image

આરસ છેદી
શ્વેત સુંવાળું શીલ્પ
ઘડે છે શીલ્પી

][][][][][][][][][][][][][][][][][][][][][

(૨૪૭)

image

ડાળે લટક્યું
પાંદડું પ્રિયતમ
પાનખરનું

][][][][][][][][][][][][][][][][][][][][][

(૨૪૮)

image

વેઠી વેદના
પથ્થર પામે ઘાટ
મૂરત તણો

][][][][][][][][][][][][][][][][][][][][][

(૨૪૯)

image

છે વધામણી
કુંપળ ફુટ્યા તણી
મીઠો વાયરો

][][][][][][][][][][][][][][][][][][][][][

(૨૫૦)

image

સમય ફરે
પાંદડું લીલું જન્મે
પીળું છે ખરે

][][][][][][][][][][][][][][][][][][][][][

Visit my blog :
anujsolanki.wordpress.com

Gmail me :
anujsolanki1916@gmail.com

Leave a comment