હાઈકુ

image

(૫૧)
ગોવાળ હાલ્યા
લઈ ગો-ધણ, સંગે
ધૂળનાં  રથ

(૫૨)
વ વધાવતી
સં સંગમ પળોનો
ત તહેવાર

(૫૩)
તડકે તપે
ટાલિયો, તાડ છાંયે
ફોડાવે શીશ

(૫૪)
ધરતી પર
ખેલ સૂરજ તણો
તડકો-છાંયો

(૫૫)
અતિ અદ્ભુત
આકાશ, વહાવતો
સાગર જળ

(૫૬)
હરી હરીતા
પાનખરે, કરવાં
નવસર્જન

(૫૭)
ગામની વાટે
વાટ જોતું પાદર
સ્વજન તણી

(૫૮)
ફરે ચક્કર
સમયનું, પડખું
બદલે ધરા

(૫૯)
મિત્રોની ટોળી
ને ચ્હાની પ્યાલી, એ તો
વાત નિરાળી

(૬૦)
મારગ મારો
મુઝથી શરૂ, પામે
મુઝથી અંત

-અનુજ ‘અન્ય’

Leave a comment