હાઈકુ

image

(૮૧)
સુકાયા આંસુ
રણનાં, આવી વસ્યું
ત્યાં મૃગજળ

(૮૨)
રસ્તામાં પડ્યા
અણિયાળા કાંકરા,
વાગશે કોને?

(૮૩)
આ હરીભરી
શેરીઓ થઈ સૂની
આભની આગે

(૮૪)
કુંજે કોકિલ
કરે મીઠો ટહુકો
મ્હોરી મંજરી

(૮૫)
પતંગિયાની
પાંખો ને રતુમડી
આંખો : સૌંદર્ય

(૮૬)
મારું દર્પણ
પ્રતિબિંબ તમારું
તોયે વેગળા

(૮૭)
અંધારી રાતે
આભલે ચમકતાં
તારલાં જોને

(૮૮)
ઊંચી મહેંક
ફેલાવે મે’નતની
ખેતરિયો વા

(૮૯)
છાયા પ્રસરી
ધરતી પર, ઢાંકવા
ઉષ્ણ વદન

(૯૦)
થરથરતી
વાદળી ધરા પર
નીચોવે તન

Anujsolanki

Leave a comment