હાઈકુ

(૧૯૧)

image

સમેટી લીધું
સફર એક નવી
નવ યોનીની

(૧૯૨)

image

મામાને ઘેર
છે તડકો રિસાણો
વસુંધરાથી

(૧૯૩)

image

ફૂલડું લખ્યું
કહેવા ડાળખીએ
ખીલતા રહો

(૧૯૪)

image

સૂની લાગણી
રોપાયું બીજ એક
પ્રેમ સીંચન

(૧૯૫)

image

વાટ જુએ છે
વરસાદ તણી રે
મૃગજળ આ

(૧૯૬)

image

વાયુ હિંચકે
પંખી પહેરી પાંખો
આભ વિહારે

(૧૯૭)

image

રંગબેરંગી
કુસુમ લહેરાય
પાઠશાળામાં

(૧૯૮)

image

પ્રહાર કરે
પથ્થર પર શિલ્પી
નવસર્જન

(૧૯૯)

image

રંગારો છું હું
રંગ વિશ્વમાં એક
બેરંગ રંગ

(૨૦૦)

image

ઢોલ ઢબુક્યો
માંડવીયો ચહેક્યો
સૂર ટહુકે

Visit my blog :
anujsolanki.wordpress.com

Gmail me :
anujsolanki1916@gmail.com

Leave a comment