હાઈકુ

(૨૫૧)

image

સાંજ કંડારી
નયનો માંહે ખોલી
દીઠી પ્રભાત

)()()()()()()()()()()()()()()()()()()()(

(૨૫૨)

image

સોનેરી સાંજ
ગુમનામ અંધારે
ગઈ છુપાઈ

)()()()()()()()()()()()()()()()()()()()(

(૨૫૩)

image

તરસ્યા હોઠે
નવ પારખ્યા નીર
મૃગજળના

)()()()()()()()()()()()()()()()()()()()(

(૨૫૪)

image

કાચી કાયાને
કોડના સાગરની
આંધળી દોડ

)()()()()()()()()()()()()()()()()()()()(

(૨૫૫)

image

હ્રદય માંહે
થયો કો’ ખૂણો ખાલી
અશ્રુ ભરવા

)()()()()()()()()()()()()()()()()()()()(

(૨૫૬)

image

એક છોકરી
દીઠી તે લાગી મીઠી
ચોળાવો પીઠી

)()()()()()()()()()()()()()()()()()()()(

(૨૫૭)

image

બાકી પ્રવાસ
એક અંતિમ હતો
સ્મશાન કેરો

)()()()()()()()()()()()()()()()()()()()(

(૨૫૮)

image

ધુમ્ર પ્રવાસી
વાયુ સંગે કરતો
સદા પ્રવાસ

)()()()()()()()()()()()()()()()()()()()(

(૨૫૯)

image

કૂંજ કૂંજમાં
રહ્યું ગુંજતું ગીત
મધુર એક

)()()()()()()()()()()()()()()()()()()()(

(૨૬૦)

image

ધરી દીવડો
આભલિયામાં કોણ
ઢોળતું જળ

)()()()()()()()()()()()()()()()()()()()(

Visit my blog :
anujsolanki.wordpress.com

Gmail me :
anujsolanki1916@gmail.com

Leave a comment