હાઈકુ

image

(૧)
પડછાયાનું
વધઘટ કરતું,
કદ કેટલું?

(૨)
રોશન ચાંદ
ગયો પોઢી માનવી
સપનાં જાગ્યા.

(૩)
કાગળ મહીં
ઊપસ્યા છે, અક્ષર
મરોડદાર.

(૪)
ટીવી ની સામે
બેસી, જુએ છે યંત્ર
એકમેક ને

(૫)
ટીક્ ટીક્ એ
ઘડિયાળ નો સાદ
સમય ચાલ્યો…..

(૬)
આભ-ધરતી
થયું તેનું મિલન
બની ક્ષિતિજ.

(૭)
આંખ ઊંચીને
પગ ધરતી પર
એ જ માનવી

(૮)
કાજળ ઘસ્યું
સજ્યા નયન, પણ
અશ્વેત અશ્રુ.

(૯)
જોઈ જળમાં
આ શું? બોલતું હૈયું
ખુદથી છળ!

(૧૦)
ખરી કુંપળ
પીળા પાન સંગે, જો
ખંખેરી ડાળ

-અનુજ ‘અન્ય’

Leave a comment