હાઈકુ

image

(૪૨૧)
કાગળ પર
છાનીમાની ઉતરી
શબ્દ રમત

(૪૨૨)
મનવગડે
મહાલતા, દીઠું ત્યાં
શબ્દોદ્ભવન

(૪૨૩)
કોઈ પાંદડે
ઝાકળ બેઠી જુએ,
ઊગતો અર્ક

(૪૨૪)
હરણી કોઈ
કસ્તૂરી, આવી વસી
તારા નેણલે

(૪૨૫)
ભ્રમર ગુંજે
મધુ ગુંજન પુષ્પે
પ્રણયગાન

(૪૨૬)
ખીલી જ્યોત્સના
અજવાળી રાતમાં
ચંદ્ર ખીલતા

(૪૨૭)
નદીયું માંહે
સોનું તરતું, અસ્ત
થતા અર્કનું

(૪૨૮)
ઝાડી-ઝાંખરા
રેત ફાડી ઉગતા
મરુ-વસંત

(૪૨૯)
પાનખરીયો
વાયરો સૂકવાયો
વગડા વચ્ચે

(૪૩૦)
પેન ને પાટી
ઘૂંટવામાં ઘુંટાયું
ખુલ્લું મેદાન

Leave a comment