હાઈકુ

image

(૪૩૧)
રઝળપાટ
રેતનો વાયરામાં
રણ સુકાય

(૪૩૨)
બૂંદ ફુટ્યુંને
પ્રતિબિંબ મળ્યા ત્યાં
વિખરાયેલા

(૪૩૩)
ભલું પૂછવું
હૃદયનું, ગમે ત્યાં
વળગી પડે

(૪૩૪)
સ્વ રૂપ જોતું
આયનો આંખો માંહે
નિહાળી કોઈ

(૪૩૫)
છે હડતાલ
થયો ઝગડો શ્વાસ
ને હૃદયનો

(૪૩૬)
પાંપણ મારે
પલકારા, આવશે
કોઈ તો આજ

(૪૩૭)
ટહુકો ખર્યો
વિહંગની ચાંચથી
ઘોળાયો જગે

(૪૩૮)
વાળી પલાંઠી
હિમાલય બેઠો છે
સમાધિ ધરી

(૪૩૯)
સર્વ મંગલા
જ્હાનવી છે વહંતી
ભારતી ઊરે

(૪૪૦)
ન સરે અર્થ
જો શોધવા બેસું હું
તો સ્વપ્નો બોલે

Leave a comment